રશિયા- યુક્રેનના ભાવિકોએ ઇસ્કોન મંદિરે આરતી કરી

Tuesday 05th July 2022 14:53 EDT
 
 

રાજકોટઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે લોકોને અલગ કર્યા પરંતુ રથયાત્રાએ એક કર્યા હોય તેમ રાજકોટના ઇસ્કોન મંદિરમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રશિયા અને યુક્રેનના ભાવિકોએ એકસાથે ભગવાન જગન્નાથની આરતી કરી હતી અને બંને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ કાબૂમાં આવે અને બંને દેશના લોકો એકસાથે મળીને એકતાથી રહે તે માટે પ્રાર્થના કરી હતી. ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની વિશાળ રથયાત્રામાં સહભાગી થવા રશિયા અને યુક્રેનથી 6 ભાવિક રાજકોટ આવ્યા હતા.


comments powered by Disqus