વડગામના યુવાને સ્ક્રેપમાંથી ઇલેક્ટ્રિક કાર બનાવી

Tuesday 05th July 2022 15:02 EDT
 
 

પાલનપુરઃ વડગામના પાંડવાના 22 વર્ષના યુવકે પેટ્રોલ ડીઝલના ભાવને લઈ ભંગારમાંથી સાધનો ખરીદી જૂના મોડલની કાર બનાવી છે જે કાર બેટરી પર આધારિત છે બેટરી ફુલ ચાર્જ હોય તો 100 કિલોમીટર સુધી ચાલે છે જેને સૌ કોઈ લોકો નિહાળવા આવી રહ્યા છે.
પાંડવાના ઝુલ્ફીકારખાન ઝાકીરખાન જાગીરદાર જેવો 22 વર્ષના છે તે પોતાના ગામમાં જ વેલ્ડીંગ તેમજ મોડિફાઇડની દુકાન ધરાવે છે. યુવકને બાળપણથી જ જૂની કાર બનાવવાનું સપનું હતું જે આજે તેમને સાકાર કર્યું છે આ બાબતે જાગીરદાર ઝુલ્ફીકારખાને જણાવ્યું હતું કે, હું જ્યારે નાનો હતો ત્યારે ટીવીમાં જૂના મોડલની કાર જોઈ હતી જે મને ખૂબ પ્રિય હતી ત્યારથી મને વિચાર આવ્યો કે હું પણ આ મોડલની જૂની કાર બનાવીશ ત્યારબાદ ભંગારમાંથી અલગ અલગ ચીજવસ્તુઓ લાવી જુના મોડલની કાર તૈયાર કરી જે કાર બેટરીથી ચાલે છે આ કાર બનાવતા મને દોઢ વર્ષનો સમય લાગ્યો હતો તેમજ રૂ.2.50 જેટલો ખર્ચો થયો હતો. આજે મારું સપનું સાકાર થયું છે જેને આજુબાજુના ગામોના લોકો મારે કારને જોવા આવી રહ્યા છે.
પાંડવાના યુવકે જૂના મોડલની ભંગારમાંથી કાર બનાવી હતી જે બેટરી આધારિત છે જે બેટરી 7 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે અને 100 કિલોમીટર સુધી ચાલે છે જેનો ખર્ચ માત્ર 5 યુનિટ પડે છે. શરૂઆતમાં ખૂબ તકલીફ પડતી હતી કે કાર બનશે કે કેમ પરંતુ હિંમત રાખી ભંગારમથી સાધનો ભેગા કરી કાર બનાવવાનું શરૂ કર્યું જે સપનું સાકાર થયું માટે યુવક ખુશ હતો તેમજ હાલમાં આ કાર રૂ.2.20 લાખમાં બની શકે છે.


comments powered by Disqus