વેરાવળના વેપારીઓ સાત કિમીની પદયાત્રા કરી સોમનાથ પહોંચ્યા

Tuesday 05th July 2022 14:51 EDT
 
 

વેરાવળઃ વખારીયા બજારના વેપારીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાને રીઝવવા માટે ડીજેના સંગાથે રામધુન બોલતા બોલતા સાત કીમીની પદયાત્રા કરી સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં મહાદેવને શીશ ઝુકાવી પૂજા-અર્ચના કરી મેઘરાજને જરૂરિયાત મુજબનું હેત વરસાવવા પ્રાર્થના કરી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યમાં વેપારીઓ સ્વયંભુ જોડાયેલ હતા.
અષાઢી બીજના પાવન દિવસે સાંજે વખારીયા બજારમાં આવેલ સુરજ કુંડ મંદિર ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરી ડીજેના સંગાથે રામધુન બોલતા નીકળેલ હતા. રસ્તામાં આવતા શ્રીકૃષ્ણના ભાલકા મંદિર, ભીડભંજન સહીતના મંદિરોએ વેપારીઓએ દર્શન કરી સોમનાથ ખાતે પહોંચેલ હતા.


comments powered by Disqus