પાલિતાણા: આણંદ પાસે આવેલ મોગલ ગામમાં બાપા સીતારામ આશ્રમ છે. આ આશ્રમમાં રામેશ્વર મહાદેવની 35 ફૂટ ઊંચી મૂર્તિ છે. આ મૂર્તિ ઉપર તાંબાનું છત્ર ચડાવવા બાપા સીતારામ આશ્રમના પ્રમુખ વિજયભાઈ સોનીએ મનોમન નિર્ણય લીધો. દુનિયાનું સૌથી મોટું છત્ર બનાવવા મક્કમ નિર્ધાર કર્યો અને પૂરો પણ કર્યો છે. તાંબાનું આ સૌથી મોટું છત્ર ભાવનગરના કારીગરો કનુભાઈ અને તારાચંદભાઈએ તેમના સિહોરના કારખાનામાં તૈયાર કરી આપ્યું છે. તાંબાનું છત્ર બનાવવા ત્રણ મહિના લાગ્યા છે. 111 કિલો તાંબુ, 25 કિલો પિત્તળનું છત્ર 10 ફૂટ પહોળું અને પાંચ ફૂટ ઊંચું છે.
આ છત્ર રામેશ્વર મહાદેવની 35 ફૂટની મૂર્તિ અને 15 ફૂટના બેઝને મળીને 50 ફૂટ ઊંચે લગાવવામાં આવશે. આ છત્ર લેવા માટે આણંદથી ભાવિકો વાજતે ગાજતે સંઘ લઈને સિહોર આવ્યા હતા. તાંબાના આ છત્ર ઉપર સોનાનું આવરણ ચઢાવાશે. દુનિયામાં સૌથી મોટા છત્રને જોવા માટે મોગરના બાપા સીતારામ આશ્રમમાં ભાવિકોની ભીડ જામે છે.

