ગોધરાઃ મોરવા(હ) તાલુકાના સાગવાડાના ડાંગી ફળીયામાં રહેતા તખીબેનની દીકરી અને જમાઇ વડોદરા ખાતે મજૂરી કરતા હોવાથી તેમની દીકરી તખીબેન સાથે રહેતી હતી. તખીબેનની સગીર પૌત્રીને અન્ય છોકરાઓ મળવા આવતાં તે દાદી તખીબેનને ગમતું ન હતું. અજાણ્યા લોકો સાથે પૌત્રી વાતો કરતી તો દાદી ગુસ્સે ભરાઇને પૌત્રીને કહેતા બંને વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી હતી. દાદી અને સગીર પૌત્રી વચ્ચે ઝઘડો થતાં સગીર પૌત્રી ઉશ્કેરાઇને ઘરમાં પડેલી કુહાડી લઇને દાદી તખીબેનના માથામાં મારતાં તખીબેનનું મોત નિપજ્યું હતું.

