સલાયાના વધુ એક વહાણમાં દુબઇ બંદરે આગ ભભૂકી

Tuesday 05th July 2022 14:52 EDT
 
 

સલાયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના સલાયામાં રહેતા એક આસામીનુ જનરલ કાર્ગો ભરેલા વહાણમાં અકસ્માતે આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. વિકરાળ આગના કારણે વાહન મહદઅંશે ભસ્મીભૂત થયુ હતુ. સદનશીબે તમામ ચૌદ ખલાસીઓનો બચાવ થયો છે. ખંભાળિયા તાલુકાના સલાયાના સલીમ હાજી ભાયા પરીવારનું ફૈઝે ગોસ મોયુદ્દીન વહાણ દુબઇ જેટી પર લોડ થયું હતું જેમાં જનરલ કાર્ગો ભર્યો હતો. જે દરમિયાન ઉપરોકત વહાણ ત્યાંથી નિકળવાનુ હતુ ત્યારે જ અકસ્માતે વહાણમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી ભારે દોડધામ મચી જવા પામી હતી. જેટી પર તાત્કાલિક આવી પહોંચેલા ફાયર ફાઇટરો દ્વારા આગને બુઝાવવા ભરપુર પ્રયાસો હાથ ધરાયા હતા જેના પગલે આગ પર કાબુ મેળવાયો હતો. ઉપરોકત વહાણમાં ચૌદ ખલાસીઓ હતા જેનો આબાદ બચાવ થયો છે. વહાણમાં કેટલું નુકશાન થયું છે તેવી વિગતો મેળવાઇ રહી છે.


comments powered by Disqus