ગાંધીનગરઃ ગુજરાત સતત ત્રીજી વાર સ્ટાર્ટઅપ એટલે કે ટેક્નોલોજી આધારિત ઉદ્યોગ સાહસોને પ્રોત્સાહન આપતાં રાજ્યોમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે પ્રથમ આવ્યું છે. આ અગાઉ 2019 અને 2020નાં વર્ષ માટે પણ સ્ટાર્ટઅપ માટે મજબૂત ઇકોસિસ્ટમ ઊભી કરનારાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે ગુજરાતને આ સન્માન મળી ચૂક્યું છે.
નવી દિલ્હીમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના DPIIT દ્વારા જાહેર કરાયેલાં રેન્કિંગમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ગુજરાત તરફથી હાજર રહેલા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદરને આ એવોર્ડ આપ્યો હતો.
આ રેન્કિંગ પ્રક્રિયામાં 24 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોએ હિસ્સો લીધો હતો, તેમાં ગુજરાત, કર્ણાટક અને મેઘાલયને આ એવોર્ડ અપાયો હતો. સ્ટાર્ટઅપ ઇન્ડિયા વેબસાઇટ અનુસાર ગુજરાતમાં 14,200થી વધુ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ છે.

