હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં મહેસાણાના મુકેશ પટેલનું મોત

Tuesday 05th July 2022 15:03 EDT
 
 

મહેસાણાઃ ONGC બોમ્બે હાઈમાં ફરજ બજાવતા ત્રણ અધિકારીઓ સહિત ચાર વ્યક્તિઓના મોતની દુર્ઘટના મંગળવારે બની હતી. જેમાં એકઅધિકારી મહેસાણાના મુકેશભાઈકાન્તીભાઈ પટેલ હોવાની હકીકત પ્રકાશમાં આવી ચે. બે વર્ષ પહેલા જ મુંબઈ બદલી પામેલા ONGCના ઇલેક્ટ્રીશિયન મુકેશભાઈપટેલ રજામાં મહેસાણા આવ્યા બાદ ત્રણ ચાર દિવસપહેલા જ મુંબઈ ફરજ પર ગયા હતા અને અચાનક દુર્ઘટનામાં તેમનું મોત નિપજતાપટેલ પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
મહેસાણા શહેરા વોર્ડ નં. 3ના નગરસેવક અમિતભાઈ પટેલે જણાવ્યું હતું કે મુકેશભાઈ પટેલ (ઉ.વ. 56) માનવ આશ્રમ ચોકડી પાસે શ્રીરંગ ટાઉનશિપમાં રહેતા હતા અને તેમના પરિવારજનોમાં પિતા કાન્તીભાઈ, પત્ની દિનાબેન, પુત્ર અક્ષિત અને પુત્રવધૂ હતા. મુકેશભાઈ ખૂબ જ મિલનસાર સ્વભાવના અને ઓછાબોલા હતા. મુકેશભાઈ ONGCમાં ઇલેક્ટ્રિશયન તરીકે ફરજ બજાવતા હતા અને આશરે 2 વર્ષ પહેલા જ તેની ONGC બોમ્બેહાઈમાં બદલી થઈ હતી.


comments powered by Disqus