ઓખાથી જપ્ત 200 કરોડના ડ્રગ્સની તપાસ એનઆઈએને સોંપાઈ

Wednesday 29th March 2023 06:31 EDT
 
 

અમદાવાદ: ઓખાના દરિયાઇ વિસ્તારમાંથી રૂ. 200 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ ઉપરાંત 6 પિસ્તોલ મેગેઝિન સાથે દસ પાકિસ્તાનીની એટીએસ અને કોસ્ટગાર્ડે ડિસેમ્બર 2022માં પકડ્યા હતા. જે કેસની તપાસ કેન્દ્રના ગૃહવિભાગ દ્વારા નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એનઆઈએ)ને સોંપવામાં આવી હતી. એનઆઈએના અધિકારીઓ આગામી દિવસોમાં ગુજરાત એટીએસ પાસેથી તપાસના દસ્તાવેજો મેળવશે. ત્યારબાદ કોર્ટમાંથી આરોપીઓની પુછપરછ કરવા માટે પરવાનગી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે.
દસ પાકિસ્તાનીઓની તપાસમાં ડ્રગ્સ તથા ગેરકાયદે હથિયારોનો જથ્થો પાકિસ્તાનમાં રહેતો ડ્રગ્સ માફ્યિા હાજી સલીમ બલોચે મોકલ્યો હોવાનું જણાયું હતું. આ ડ્રગ્સ અને હથિયાર પંજાબ તથા ઉત્તર ભારતમાં મોકલવાના હતા.


comments powered by Disqus