કેન્દ્ર સરકારે દુર્લભ બીમારીની દવાઓ પરથી કસ્ટમ ડ્યૂટી હટાવીઃ ઇલાજ સસ્તો બનશે

Thursday 30th March 2023 08:30 EDT
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નેશનલ રેયર ડિઝીઝ પોલિસી 2021 અંતર્ગત લિસ્ટેડ તમામ રેયર બીમારીઓ એટલે કે દુર્લભ બીમારીના ઈલાજ માટે ઇમ્પોર્ટેડ દવાઓ અને સ્પેશિયલ ફૂડ પર બેઝિક કસ્ટમ ડ્યૂટી હટાવી દીધી છે. આ પગલાના લીધે દેશના દુર્લભ બીમારીથી પીડાતા લોકોને રાહત મળશે. કેન્સરના ઇલાજમાં ઉપયોગમાં આવનારી પેમ્બ્રોલિજુમાબ પર પણ સરકારે છૂટ આપી છે.

1 એપ્રિલથી દવા પરથી કસ્ટમ ડ્યૂટી હટાવાઈ
ઇમ્પોર્ટ ડ્યૂટીમાં મળનારી છૂટ 1 એપ્રિલથી લાગુ પડશે. દવાઓ પર સામાન્ય રીતે 10% બેઝિક કસ્ટમ ડ્યૂટી લાગે છે, જ્યારે લાઇફ સેવિંગ ડ્રગની કેટલીક કેટેગરી પર 5% અથવા 0%નું કન્સેશનલ રેટ લાગુ પડે છે. જ્યારે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કે ડચેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના ટ્રીટમેન્ટમાં ઉપયોગમાં આવનારી દવાઓ પર પહેલાથી જ છૂટ મળી રહી છે.

દવાઓ કે સ્પેશિયલ ફૂડ મોંઘાં
આ દુર્લભ બીમારીઓના ઇલાજમાં ઉપયોગમાં આવતી દવાઓ કે સ્પેશિયલ ફૂડ ઘણાં મોંઘાં હોય છે. તેને ઇમ્પોર્ટ પણ કરવાં પડે છે. મંત્રાલયે કહ્યું કે, અનુમાન છે કે 10 કિલોગ્રામ વજનવાળા બાળક માટે કેટલીક ક્રિટિકલ બીમારીઓના ઇલાજનો વાર્ષિક કોસ્ટ આશરે રૂ. 10 લાખથી લઈને રૂ. 1 કરોડ પ્રતિવર્ષથી વધારે થાય છે. તેમાં ટ્રીટમેન્ટ જીવનભર ચાલે છે.

છૂટ લેવા માટે પ્રમાણપત્ર લેવું આવશ્યક
આ છૂટનો ફાયદો ઇન્ડિવિઝ્યુઅલ ઇમ્પોર્ટરને સેન્ટ્રલ કે સ્ટેટ ડાયરેક્ટર હેલ્થ સર્વિસ કે ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર અથવા સિવિલ સર્જનનું એક પ્રમાણપત્ર પ્રસ્તુત કરવું પડશે.


comments powered by Disqus