ગાંધીનગરઃ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીરૂપે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ અને જાપાનના મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ બાદ જ ગુજરાતમાં પ્રવેશ મળશે.
રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ અને સુરત એરપોર્ટ ડિરેક્ટરને એક પત્ર લખવામાં આવ્યો છે, જેની સાથે કોરોના સંક્રમણ રોકવા માટે ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. જેમાં એરપોર્ટ પર આવતા મુસાફરોજોગ કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે.
