પર્યાવરણ અને આબોહવા સ્થિરતા કાર્યકારી જૂથની બીજી મિટિંગ જળ સંસાધન વ્યવસ્થાપન પર કેન્દ્રિત કરીને મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી. જેમાં જી-20ના 19 સભ્ય દેશો, 9 આમંત્રિત દેશ અને 13 આંતરરાષ્ટ્રીય સંસ્થાના 130થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ સભ્યોએ અડાલજની વાવ, સાબરમતી સાઇન, સાબરમતી એસ્કેપ અને રિવરફ્રન્ટ તેમજ આઇકોનિક અટલ બ્રિજની મુલાકાત લીધી હતી.

