પાટીલે લોકસભા ચૂંટણી માટે ધારાસભ્યોને તૈયાર કર્યા

Wednesday 29th March 2023 06:14 EDT
 
 

ગાંધીનગરઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અચાનક જ ગુરુવારે સાંજે ભાજપના તમામ ધારાસભ્યો સાથે એક બેઠક ગોઠવી હતી. આગામી લોકસભા ચૂંટણીની તૈયારી અંગે સમજૂતી આપવા માટે આ બેઠક યોજાઈ હતી, જેમાં પાટીલે તથા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરે ધારાસભ્યોને ચૂંટણી સુધીની બ્લૂપ્રિન્ટ આપી દીધી હતી. વિધાનસભા સત્ર પૂરું થયા બાદ તરત જ ધારાસભ્યોએ પોતાના સંબંધિત વિસ્તારમાં પાટીલની સૂચના પ્રમાણે કામ કરવાનું શરૂ કરી દેવાનું રહેશે. આ બેઠકના પ્રાસ્તાવિક પ્રવચનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્યોને કહ્યું કે, ભાજપમાં ક્યારેય ચૂંટણીલક્ષી કામગીરી પૂર્ણ થતી નથી. એક ચૂંટણી પૂરી થતાં જ બીજી ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દેવી પડે છે.


comments powered by Disqus