ભાવનગરઃ છેલ્લા 10 વર્ષથી અલંગમાં જહાજોની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે. અલંગમાં અગાઉ સરેરાશ 25 જહાજ પ્રતિ માસ અલંગની અંતિમ સફરે આવતા હતા. તેની સામે વર્ષ 2022માં માત્ર 141 જહાજ આવ્યા હતા. અને જાન્યુઆરી 2013માં અત્યારસુધીમાં 8 જહાજ આવ્યા છે. જહાજ ઓછા અથવા નહિવત્ આવવાને કારણે અલંગ શિપ રિસાયકલિંગ યાર્ડમાં કાગડા ઉડે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી કડક સ્પર્ધા મળતા અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને મોટો ફટકો પહેલાંથી પડ્યો છે. ત્યારે નવા હરિફ તરીકે સાઉદી અરબએ પણ ઝંપલાવતા અલંગનો શિપ રિસાઇક્લિંગ ઉદ્યોગ મરણપથારીએ જવાની આશંકા છે. રેકડોક તાજેત૨માં જ એક નવી કંપની તરીકે શરૂ કરવામાં આવી છે અને તે રોકાણકારોને સાઉદી અરેબિયામાં ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે જંપલાવવા આગળ આવ્યુ છે, જેમાં ચાર ડ્રાય ડોક્સ અને આઠ ક્વેઝ હશે.

