સેલવાસ કલાકેન્દ્ર ખાતે જિલ્લાસ્તરીય પુરસ્કાર સમારોહનું આયોજન

Wednesday 29th March 2023 06:24 EDT
 
 

વલસાડઃ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શનમાં કલાકેન્દ્ર સેલવાસ ખાતે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2023 અંતર્ગત જિલ્લાસ્તરીય પુરસ્કાર સમારોહનું આયોજન કલેક્ટરની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યું હતું. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ગ્રામપંચાયતોને નામાંકન કરવાનો અવસર આપ્યો હતો જિલ્લા પંચાયત પ્રદર્શન મૂલ્યાંકન સમિતિએ દરેક વિષયોમાં શીર્ષ 3પ્રદર્શન કરનારી ગ્રામપંચાયતને શોર્ટલિસ્ટ કરી હતી. જેમાં ગરીબી મુક્ત અને સારી આજીવિકા પંચાયત, સ્વસ્થ પંચાયત, બાલ હિતૈષી પંચાયત, પર્યાપ્ત જલવાળી પંચાયત, આત્મનિર્ભર બુનિયાદી સંરચનાવાળી પંચાયત, સામાજિક રૂપે સુરક્ષિત પંચાયત, સુશાસિત પંચાયત, મહિલા હિતૈષી પંચાયત, સ્વચ્છતા પુરસ્કાર સામરવરણી પંચાયત માટે વિવિધ પંચાયતને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus