સેલવાસ સ્ટેડિયમ ખાતે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

Wednesday 29th March 2023 06:21 EDT
 
 

વલસાડઃ સેલવાસ સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે સિલવાસા ક્રિકેટ લીગ ઓફ ડીએનએચ સિઝન-5નો માજી સાંસદ નટુભાઈ પટેલ અને પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટ 25માર્ચથી 9એપ્રિલ સુધી ચાલશે, જેમા દસ ટીમ ભાગ લઈ રહી છે. જેમાં સેલવાસ સુપર હીરો, દાદરા ડેર ડેવિલ્સ, રખોલી રોયલ્સ, સાયલી તિરંગા, સામરવરણી કિંગ્સ, બાવીસા ફળિયા રાઇડર્સ, આમલી એવેન્જર્સ, મંદિર ફળિયા ફાઇટર્સ, ઇન્દિરાનગર વોરિયર્સ, બાવીસા કિંગ્સનો સમાવેશ થાય છે. આ ટૂર્નામેન્ટમાં પ્રદેશના દરેક ગામના ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. એસસીએલ ઓફ ડીએનએચ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ બુલેટ ગાડી અને વધુ વિકેટ અને વધુ રન બનાવનારા ખેલાડી માટે બે બાઇક રાખવામાં આવ્યાં છે. સાથે દરેક મેચના ખેલાડીને પણ ઇનામ આપવામાં આવશે. મેન ઓફ ધ મેચને કીમતી પુરસ્કાર આપવામાં આવશે. એસસીએલ ઓફ ડીએનએચ ટૂર્નામન્ટ કિશનસિંહ પરમાર અને શૈલેષ શાહના નેતૃત્વમાં રમાડવામાં આવી રહી છે.


comments powered by Disqus