નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હવે એક એવી ટેકનિક લાવી રહી છે જેનાથી એરપોર્ટ પર મુસાફરોને સુરક્ષા કર્મીઓ દ્વારા અંગઝડતીથી મુક્તિ મળશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે, દેશના તમામ એરપોર્ટ પર તબક્કાવાર બોડી સ્કેનર લગાવાશે, ત્યારબાદ મુસાફરો, એરપોર્ટ સ્ટાફ અને કેબિન ક્રૂની શારીરિક તપાસ દુર્લભ કેસમાં જ કરાશે. અધિકારીના જણાવ્યા અનુસાર એક વાર ફુલ બોડી સ્કેનર અને મેટલ ડિટેક્ટરથી પસાર થયા બાદ શંકાસ્પદોની જ સુરક્ષા દળો દ્વારા શારીરિક તપાસ કરાશે.

