કચ્છમાં બાગાયતી પાકને નુકસાનઃ પશુઓનાં મોત

Wednesday 28th June 2023 06:05 EDT
 
 

ભુજઃ બિપરજોય વાવાઝોડાએ કચ્છ સહિત અન્ય જિલ્લામાં તારાજી સર્જી છે. વાવાઝોડાની નુકસાનીનો અંદાજ મેળવવા સરવે શરૂ કરાયો છે. ખુદ સરકારે જ કબૂલ્યું છે કે ખાસ કરીને કચ્છ જિલ્લામાં બાગાયતી પાકને ખાસ્સું નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં પશુઓનાં પણ મોટા પ્રમાણમાં મોત નીપજ્યાં છે.
વાવાઝોડાથી કચ્છમાં ખારેક, જામફળ, દાડમ, ચીકુ, ડ્રેગન ફ્રૂટ સહિત અન્ય બાગાયતી પાકને નુકસાન થયું છે. પાક ઉતરે તે પહેલાં જ વાવાઝોડાએ પાકનો સોથ વાળી દીધો છે, જેના કારણે ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરકારે દાવો કર્યો હતો કે, કચ્છમાં વધારે નુકસાન થયું નથી. જ્યારે હવે કૃષિ વિભાગે કબૂલ્યું કે, કચ્છમાં બાગાયતી પાકને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં વાવાઝોડામાં મૃત્યુ પામનારાં પશુઓની સંખ્યા પણ વધુ છે.


comments powered by Disqus