કેનેડામાં ભારતીય હાઈ કમિશન પર થયેલા હુમલાની તપાસ એનઆઇએને સોંપાઈ

Wednesday 28th June 2023 07:41 EDT
 
 

અમદાવાદઃ કેનેડામાં ભારતીય હાઇ કમિશન પર થયેલા હુમલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપાઈ છે. દિલ્હીમાં એનઆઇએ દ્વારા ગુનો નોંધાયા બાદ અમદાવાદના એનઆઇએના વડા ધ્રુમન નિમ્બલેને મુખ્ય તપાસનીશ અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલાથી જ યુકે સ્થિત હાઇ કમિશન પર હુમલાની તપાસ એનઆઇએ દ્વારા કરવામાં આવી રહી છે. ખાલિસ્તાન સમર્થકોએ અમૃતપાલસિંહ વિરુદ્ધ કાર્યવાહીના વિરોધમાં બ્રિટન, અમેરિકા, કેનેડા અને અન્ય ઘણા દેશોમાં ભારતીય હાઇ કમિશન પર હુમલો કર્યો હતો. ભારતે પણ આ મુદ્દો સંબંધિત દેશોની સામે રાખ્યો અને સુરક્ષા પ્રદાન કરવાની અપીલ કરી છે.
ઓટાવામાં ભારતીય હાઇ કમિશન પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા 23મી માર્ચ 2023ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. ખાલિસ્તાની ઝંડા સાથે આવેલા અમૃતપાલના સમર્થકોએ અહીં ભારે હોબાળો મચાવી તોડફોડ કરી હતી.


comments powered by Disqus