જામનગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયીઃ 3 મોત

Wednesday 28th June 2023 06:04 EDT
 
 

જામનગરઃ જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલી 3 માળની ઇમારત અચાનક જ સાંજના સમયે ધરાશાયી થતાં 12 જેટલા લોકો અંદર દબાઈ ગયા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક બચાવકાર્ય શરૂ કરાયું હતું, જેમાં 8 જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કાટમાળમાંથી બહાર કઢાયેલા 3 લોકોનાં મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘણાં વર્ષોથી જર્જરિત આ ઈમારતને નોટિસ આપવા છતાં ત્યાંના રહેવાસીઓ ઇમારત છોડવા તૈયાર નહોતા. એમ/69 નામની 3 માળની ઇમારતમાં 6 બ્લોક પર 3 જેટલા પરિવારો વસવાટ કરતા હતા. ઇમારત સાંજે 6 વાગ્યે અચાનક જ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ હતી.


comments powered by Disqus