રાજકોટઃ રાજકોટમાં બાકરોલના આત્મીય વિદ્યાધામમાં રહેતા અને હરિપ્રસાદના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહેલા પવિત્ર હર્ષદરાય જાનીએ ૯ જૂને તાલુકા પોલીસ મથકમાં (ત્યાગ વલ્લભ સ્વામી) હેઠળ ચાલતા આત્મીય યુનિવર્સિટીના સર્વોદય કેળવણી મંડળના નામે ટ્રસ્ટના ટ્રસ્ટી સહિતના શખ્સોએ રૂ. 33.26 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં આરોપી તરીકે આત્મીય યુનિ.ના સર્વોદય કેળવણી મંડળના ટ્રસ્ટી ધર્મેશ જીવાણી, તેની પત્ની વૈશાખી, નિલેશ બટુકભાઈ મકવાણા અને સર્વોદય કેળવણી સમાજના સેક્રેટરી તેમજ વહીવટકર્તાઓ સહિતનાં નામો આપ્યાં હતાં. ફરિયાદમાં મુજબ 1986માં હરિપ્રસાદ દાસજીએ શૈક્ષણિક હેતુ માટે આત્મીય સર્વોદય કેળવણી મંડળની સ્થાપના કરી હતી. તેમના અવસાન બાદ સોખડા તાબા હેઠળનાં ટ્રસ્ટો, સાધુ ત્યાગવલ્લભ, પ્રેમસ્વરૂપદાસ સ્વામીએ ગેરરીતિ આચરી હોવાનું ધ્યાને આવતાં તેમને ટ્રસ્ટોમાં તપાસ કરી હતી. જે બાદ ટ્રસ્ટી સહિતના લોકોની કરોડો રૂપિયાની ઉચાપત જણાતાં ફરિયાદ કરી હતી.

