બિપરજોય વાવાઝોડાની અસરે ગઈકાલે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે આજી-2 ડેમ પ્રથમ વરસાદમાં જ સંપૂર્ણપણે ભરાઈ જતાં પાણી છોડીને હેઠવાસનાં ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તો ન્યારી-1 ડેમમાં 1 ફૂટ સહિત સૌરાષ્ટ્રના 20 કરતાં વધુ ડેમમાં નવા પાણીની આવક નોંધાઈ છે.

