વશરામ સાગઠિયા અને કોમલબેન કોંગ્રેસમાં જોડાયાં

Wednesday 28th June 2023 06:04 EDT
 
 

રાજકોટઃ રાજકોટ મનપામાં વિરોધપક્ષના નેતા રહી ચૂકેલા વશરામ સાગઠિયા અને તેનાં સાથી કોર્પોરેટર કોમલબહેન ભારાઈએ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો. પક્ષાંતર ધારા હેઠળ બંનેને કોર્પોરેટરપદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં અને આ મામલો હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.
વશરામ સાગઠિયાએ રાજકોટ ગ્રામ્ય બેઠક પર આપમાંથી ઉમેદવારી કરી હતી, પરંતુ તેમની હાર થઈ હતી. બુધવારે વશરામ સાગઠિયા અને કોમલબહેન ભારાઈએ અમદાવાદ ખાતે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે ખેસ પહેરી ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો.


comments powered by Disqus