નખત્રાણાના વિથોણમાં અષાઢી બીજે 417 વર્ષથી યોજાતી વડીલોને સમૂહસ્નાનની પરંપરા હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી, જ્યાં પરિણીત સ્ત્રીઓ ગામનાં વડીલોને પિતૃભાવ સાથે બેડાંથી માથે પાણી રેડી જળ પ્રક્ષાલન કરાવ્યું હતું અને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મેળવ્યા હતા. મહિલાઓએ આ પાણી ખેતાબાપાના સમાધિ સ્થળેથી ભરી લાવી ગામના જાહેર ચોકમાં એકસાથે બેસાડેલા વડીલોના શિરે રેડી પરંપરા સાથે અષાઢી બીજની ઉજવણી કરી હતી. આ પ્રસંગે આખા ગામના લોકો ઊમટ્યા હતા.

