પલસાણાઃ જૂનાગઢના વિસાવદરમાં આપના નેતાનાં કરતૂતથી ચકચાર જાગી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક મહિલા સાથે સુરત જિલ્લામાં કડોદરાના ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા હોવાની જાણ મહિલાના પતિને થતાં મહિલાના પતિ ગેસ્ટહાઉસ પર પહોંચી જતાં વાતાવરણ ગરમાયું હતું. જોતજોતામાં સીસીટીવી ફૂટેજ વાઇરલ થતાં રાજકીય ગરમાવો વધ્યો હતો.
વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણી એક પરિણીત મહિલા સાથે કડોદરાના ગેસ્ટહાઉસમાં પહોંચ્યા હતા, જેની જાણ મહિલાના પતિને થતાં તે પણ ગેસ્ટહાઉસ પર પહોંચતાં હોબાળો થયો હતો ધારાસભ્ય મોઢા પર રૂમાલ મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. કડોદરાના ગેસ્ટ હાઉસની ઘટના અંગે ભુપત ભાયાણીએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું છે.

