કચ્છના વાઘેશ્વરી મંદિરની 700 વર્ષ જૂની પરંપરા

Wednesday 07th June 2023 07:14 EDT
 
 

ભુજના હબાય ગામે આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિરે ભીમ અગિયારસે વર્ષો જૂની પ્રણાલી મુજબ પવિત્ર કુંડની સાફસફાઈ કરવામાં આવી હતી. રણકાંઠે આવેલા ગામમાં પવિત્ર કુંડ માત્ર ગણતરીના કલાકોમાં ફરી છલોછલ ભરાઈ ગયો હતો. ભુજ તાલુકા મથકથી 25 કિલોમીટર દૂર હાબા ડુંગરની ખોળામાં આવેલા હબાય ગામમાં વાઘેશ્વરી માતાજીનું મંદિર છે. આ મંદિરમાં આવેલા પવિત્ર કુંડમાં જળસ્રોતની જાળવણી માટે છેલ્લાં 700 વર્ષ જૂની પરંપરા મુજબ દરવર્ષે ભીમ અગિયારસે ગામના યુવાનો આખા કુંડને ખાલી કરીને સફાઈ કરે છે. 


comments powered by Disqus