ખેડબ્રહ્મા અંબાજી મંદિરે સોનાના દાગીના અર્પણ કરાયાં

Wednesday 07th June 2023 07:14 EDT
 
 

પાલનપુરઃ ખેડબ્રહ્માનું સુપ્રસિદ્ધ યાત્રાધામ જે નાના અંબાજી તરીકે ઓળખાય છે ત્યાં દૂરદૂરથી લાખો માઈભક્તો મા અંબેનાં દર્શન કરવા આવતા હોય છે. માતાજીની લીધેલી બાધાઓ પૂર્ણ કરતા હોય છે, ત્યારે 3 જૂને શનિવારે અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા 1 કિલો 600 ગ્રામ સોનાનાં આભૂષણો અર્પણ કરાયાં હતાં. જેમાં માતાજીનો મુગટ, માતાજીના કુંડલ, હાર, કલગી, નથણી, ચાંલ્લો, નીલમ, આચ, અને દીવીઓ બનાવી માતાજીના શણગારમાં વૃદ્ધિ કરેલ છે. વટ સાવિત્રી પૂનમે આભૂષણો માતાજીને અર્પણ કર્યાં હતાં.


comments powered by Disqus