છોટાઉદેપુરમાં વેકેશનમાં બાળકોએ રમત-રમતમાં ખોદી નાખ્યો કૂવો

Wednesday 07th June 2023 06:23 EDT
 
 

છોટાઉદેપુરઃ કૂવો ખોદવો આમ તો ભારે પરિશ્રમનું કામ માનવામાં આવે છે, પરંતુ છોટાઉદેપુરનાં કેટલાંક બાળકોએ શાળાના વેકેશન દરમિયાન રમત-રમતમાં ખોદી નાખ્યો છે. નસવાડી તાલુકાના ડબ્બા ગામનાં કેટલાંક બાળકોને કૂવો ખોદતાં જોઈ વયસ્ક લોકો પણ આ કામમાં આગળ આવ્યા હતા.
બાળકો દ્વારા ખોદવામાં આવેલો આ કૂવો હાલમાં સ્થાનિક લોકો માટે પાણીનો સ્રોત બની ગયો છે. નસવાડીમાં ગરમીઓના દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. જો કે બાળકોના આ અભિયાન બાદ ગામને મળેલા પાણીના આ સ્રોતથી તમામ લોકો ખુશ છે. ગામની મહિલાઓ પહેલાં સવારે દૂર સુધી પાણી લેવા જતી હતી, જેમને પરત આવતાં બપોર થઈ જતી હતી.


comments powered by Disqus