જ્ઞાનવાપી કેસઃ શ્રુંગાર ગૌરી પૂજા પર સુનાવણી યથાવત્

Wednesday 07th June 2023 07:15 EDT
 
 

પ્રયાગરાજઃ વારાણસીના જ્ઞાનવાપી વિવાદ સાથે જોડાયેલા શ્રુંગાર ગૌરી કેસમાં અલાહાબાદ હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. શ્રુંગાર ગૌરીની નિયમિત પૂજા વિરુદ્ધની મસ્જિદ સમિતિની અરજી ફગાવતાં હાઇકોર્ટે શ્રુંગાર ગૌરીની નિયમિત પૂજાને યથાવત્ રાખી છે, એટલે કે તેની પૂજા થતી રહેશે. ઉલ્લેખનીય છે કે રાખીસિંહ અને અન્ય 9 લોકો એ વારાણસી કોર્ટમાં શ્રુંગાર ગૌરીની નિયમિત પૂજાની માગ સાથે દાવો દાખલ કર્યો હતો, જેની સુનાવણી અયોગ્ય હોવા સંબંધે મસ્જિદ સમિતિ દ્વારા અરજી કરાઈ હતી, જેને ફગાવી દેવામાં આવી છે. આ મામલાની સુનાવણી સિવિલ પ્રોસિઝર કોડ હેઠળ થઈ શકે છે.


comments powered by Disqus