દ્વારકાધીશ મંદિરે સુરક્ષામાં ચૂકઃ સીસીટીવી બંધ

Wednesday 07th June 2023 06:21 EDT
 
 

દ્વારકાઃ પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આવેલા ભગવાન દ્વારકાધીશના મંદિરની સુરક્ષાને લઈ સવાલ ઊઠ્યા છે. દ્વારકાધીશ મંદિરમાં લગાવેલા મોટાભાગના સીસીટીવી બંધ હાલતમાં છે. મંદિરની સુરક્ષા માટે દરવર્ષે કરોડોની ગ્રાન્ટ મંજૂર કરાય છે, છતાં મોટાભાગના સીસીટીવી ઘણા સમયથી બંધ હાલતમાં છે.
મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં
સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના ગણાતા દ્વારકા જિલ્લા અને દ્વારકાધીશ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આમ તો જગવિખ્યાત દ્વારકાધીશ મંદિર ઝેડ કેટેગરી ધરાવે છે, પરંતુ સુરક્ષામાં છીંડારૂપ અનેક સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા હતા. આ સ્થિતિમાં મંદિરની સુરક્ષાને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે.
તાજેતરમાં જ એક વીડિયો થયો હતો વાઇરલ
તાજેતરમાં જ દ્વારકાધીશ મંદિરનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં કેટલાક શખ્સો ભગવાન પર ચલણી નોટોનો વરસાદ કરતાં દેખાઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મંદિરમાં કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો લઈ જવાની મનાઈ છે, ત્યારે અંદર મોબાઇલ દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ સમયે જ મંદિરની ઝેડ પ્લસ સિક્યોરિટી પર સવાલ ઊભા થયા હતા અને હિન્દુ સંગઠનોમાં આ અંગે રોષ ફેલાયો હતો.


comments powered by Disqus