દિલ્હીમાં થોડા સમય પહેલાં જ નવા સંસદ ભવનનું પ્રધાનમંત્રી મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની 114 બારીનું કવરિંગ એટલે કે બારીના આધુનિક પડદાનું કામ જામનગરમાં કરાયું છે. આ રોમન બ્લાઇન્ડ આકર્ષક ડિઝાઇન આધુનિકતા - સુંદરતાનું ઉત્તમ ઉદાહરણ છે, જે જામનગરના નામ સાથે ઇતિહાસના પાને કંડારાઈ ગયું છે.

