પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયેલા 200 માછીમાર વડોદરા પહોંચ્યા

Wednesday 07th June 2023 06:22 EDT
 
 

પાકિસ્તાની જેલમાંથી વધારે 200 માછીમારોનો છુટકારો થતાં સોમવારે વહેલી સવારે ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પાકિસ્તાની જેલમાંથી બે વર્ષ બાદ મુક્ત થયેલા માછીમારે જણાવ્યું કે, પાકિસ્તાનની જેલમાંથી નીકળ્યા તેના બે દિવસ અગાઉ જ એક માછીમારનું મોત નીપજ્યું હતું. એક માછીમારના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની જેલમાં યોગ્ય તબીબી સારવાર મળતી નહોતી. મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus