બનાસ ડેરીના ચેરમેનપદે શંકર ચૌધરીની ફરી વખત નિયુક્તિ

Wednesday 07th June 2023 07:14 EDT
 
 

પાલનપુરઃ બનાસ ડેરીના વહીવટમાં 2015થી ચેરમેન તરીકે પદભાર સંભાળનારા શંકર ચૌધરીએ બીજી ટર્મમાં ચેરમેનપદ જાળવી રાખ્યું છે.
વાર્ષિક અંદાજે રૂ. 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી ડેરીમાં વર્ષ 2015માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પરથી ભટોળ સામે વિજય મેળવી શંકર ચૌધરીએ પદભાર સંભાળ્યો હતો. બનાસ ડેરી અગાઉ દૂધ ઉત્પાદકોને રૂ. 287 કરોડ ચૂકવતી હતી, તેને વધારી દરમહિને રૂ. 1,105 કરોડનું ચુકવણું કરે છે. બનાસ ડેરીની મૂડી રૂ. 231 કરોડથી વધારીને રૂ. 815 કરોડ કરી તેમજ બનાસડેરીની મિલકત જે રૂ. 879 કરોડની હતી તેમાં વધારીને રૂ. 3,877 કરોડની થઈ છે. શંકર ચૌધરીએ નિયામક મંડળનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પશુપાલકોના આશીર્વાદ અને આઠ વર્ષના શાસનકાળ દરમિયાન બનાસ ડેરીએ સિદ્ધિ હાંસલ કરી તેના માટે પશુપાલકોનો સહયોગ બિરદાવવા લાયક છે.


comments powered by Disqus