ભરૂચઃ ભરૂચ જિલ્લાની ચાર પૈકી ત્રણ પાલિકાએ દેવાળું ફૂંકયું છે. ભરૂચ, આમોદ અને જંબુસર પાલિકાએ વીજકંપનીને કરોડો રૂપિયા વીજબિલ પેટે ચૂકવવાના બાકી છે, તેથી વીજકંપનીએ ભરૂચ પાલિકા તથા સ્ટ્રીટલાઇટનાં જોડાણ કાપી નાખતાં અંધારપટ છવાયો છે.
ભરૂચ પાલિકા દરવર્ષે શહેરીજનો પાસેથી રૂ. 15 કરોડથી વધુનો વેરો ઉઘરાવતી હોય છે. પણ તેની સામે 6 કરોડ જેટલું લાઇટ બિલ ભરી શકતી નથી. જેના કારણે 4 મહિનામાં બીજી વખત સ્ટ્રીટ લાઇટનાં જોડાણ કાપી નખાયાં છે. નોંધનીય છે કે પાલિકા પ્રમુખ વિદેશમાં વેકેશનની મોજ માણી રહ્યા છે.
ભરૂચ જિલ્લાની ભરૂચ પાલિકા દ્વારા બાકીવેરા પેટે રૂ. 6.88 કરોડ, જંબુસર પાલિકાનું રૂ.1.63 કરોડ અને આમોદ પાલિકા દ્વારા રૂ. 2.05 કરોડનું વીજબિલ ભરાયું નથી.

