ભારત-નેપાળ ભાગીદારી સુપરહિટ બનાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયાઃ વડાપ્રધાન મોદી

Wednesday 07th June 2023 07:15 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારથી ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે ગુરુવારે હૈદરાબાદ હાઉસ ખાતે ઊર્જા, સંપર્ક અને વ્યાપાર સહિત ઘણાં ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવા પર વાટાઘાટ કરી 7 સમજૂતી  કરી હતી. ત્યારબાદ બંનેએ ભારતના રૂપઇડીહા અને નેપાળના નેપાલગંજમાં ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટનું અને કુર્થા-બિજલપુરા રેલવે સેક્શનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. રેલવે સેક્શનના ઉદ્ઘાટન પર ભારતના બાથનાહાથી રેલવે કાર્ગો ટ્રેન નેપાળના કસ્ટમ યાર્ડ પહોંચી. બંનેએ સંયુક્તપણે ભારત-નેપાળ વચ્ચે મોતિહારી- અમલેગંજ ઓઇલ પાઇપલાઇનના ફેઝ-2નો શિલાન્યાસ પણ કર્યો. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, મેં અને પ્રચંડજીએ ભવિષ્યમાં ભારત-નેપાળ ભાગીદારી સુપરહિટ બનાવવા ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. 


comments powered by Disqus