ભુજના યુવાનનો યુવતી પર દુષ્કર્મ આચરી આપઘાત

Wednesday 07th June 2023 07:14 EDT
 
 

ભુજઃ ભુજના માધાપરમાં રાજા રેસિડેન્સીમાં રહેતા આહીર યુવાને અમદાવાદથી આવેલી એક યુવતી પર દુષ્કર્મ આચરી તેને તરછોડી દીધી હતી. દરમિયાન ભોગ બનેલી યુવતી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પહોંચી હતી, જ્યાં પોલીસે તેનું નિવેદન નોંધી તમામ પ્રકારની ચકાસણી કરીને યુવાન વિરુદ્ધ માનકૂવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. બીજી બાજુ દુષ્કર્મ આચરનારા આહીર યુવાને દેશલપર પાસેના પેટ્રોલપંપની બાજુની બાવળની ઝાળીમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.


comments powered by Disqus