US વિઝા : ભારતીયો માટે નવા નિયમો લાગુ

Wednesday 08th February 2023 07:14 EST
 
 

દિલ્હીઃ અમેરિકી વિઝા મેળવવાની પડતર અરજીઓનો બોજ ઝડપથી ઘટાડવા પ્રયાસ થયો હોવા છતાં ભારતમાં અમેરિકી વિઝા મેળવવા માટેનો પ્રતીક્ષા સમય હજીપણ ૫૦૦ દિવસ છે. તે અરસામાં ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસે જણાવ્યું છે કે જે ભારતીયો પરદેશની સફરે જઇ રહ્યા હોય તેમને તેઓ જે દેશના પ્રવાસે પહોંચ્યા હોય ત્યાંના અમેરિકી દૂતાવાસ દ્વારા વિઝા એપોઇન્ટમેન્ટ મળી શકશે. દૂતાવાસે આ માટે થાઇલેન્ડનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે થાઇલેન્ડ બી૧ અને બી૨ (પ્રવાસ અને બિઝનેસ) વિઝા માટે એપોઇન્ટમેન્ટ આપવાની ક્ષમતા ધરાવે છે. ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘તમે આંતરરાષ્ટ્રીય પ્રવાસે જવાના છો? જો એમ હોય તો તમે જે દેશની મુલાકાતે જવાના હોવ તે દેશના અમેરિકી દૂતાવાસ ખાતે તમને કદાચ વિઝા એપોઇન્ટમેન્ટ મળી શકશે.

૨૫,૦૦૦ એપોઇન્ટમેન્ટ રિલિઝ
અમેરિકી દૂતાવાસે બે સપ્તાહ પહેલા બી૧ બી વિઝા માટે વધારાની ૨,૫૦,૦૦૦ વધારાની એપોઇન્ટમેન્ટ રિલીઝ કરી છે. અમેરિકી વરિષ્ઠ વિઝા અધિકારીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતમાં વિઝા એપોઇન્ટમેન્ટ માટે લાંબા ગાળાથી પડતર અરજીઓના નિકાલનો સમય ઘટાડવા માટે અમેરિકા તમામ પ્રયાસ કરી રહ્યું છે.


comments powered by Disqus