અમદાવાદ એરપોર્ટ પર એન્ટ્રી સરળઃ બારકોડ સિસ્ટમ અમલી

Wednesday 08th February 2023 04:44 EST
 
 

અમદાવાદઃ અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર પેસેન્જરોને ટર્મિનલમાં પ્રવેશની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ગેટ પર બે બારકોડ સિસ્ટમ કાર્યરત્ કરાઈ છે. બારકોડ સિસ્ટમ કાર્યરત્ થતાં પ્રવેશ માટે લાગતી લાંબી લાઇન પણ હવે જોવા નહીં મળે. ડોમેસ્ટિક એરપોર્ટ પર પેસેન્જરોની ટિકિટનું મેન્યુઅલ ચેકિંગ પણ થશે નહીં.
પિકઅવર્સમાં ડોમેસ્ટિક એરપોર્ટ પર મુસાફરોની થતી ભીડ છતાં મુસાફર ટિકિટ પર લાગેલા બારકોડના આધારે પ્રવેશ કરી શકાશે.
બારકોડ સ્કેન કરવામાં આવશે. પેસેન્જરની ટિકિટમાં રહલો ડેટા બારકોડ મશીન સાથે જોડેલી કોમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે અને CISF દ્વારા પેસેન્જરોનું આઇડી ચેક કરી ટર્મિનલમાં જવા દેવાશે. 26 જાન્યુઆરીએ હાઇએલર્ટ હોવાથી સુરક્ષા વધારે હતી ત્યારે ટિકિટ માટે બારકોડ સિસ્ટમનો ટ્રાયલ શરૂ કરાઈ હતો.


comments powered by Disqus