અરવલ્લીમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા

Wednesday 08th February 2023 06:55 EST
 
 

ભીલોડાઃ ગુજરાત કોંગ્રેસના દ્વારા સંગઠનને મજબૂત બનાવવા અને પેપર લીક કૌભાંડ અને સરકારની નિષ્ફળતાની વાત લઈને કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો યાત્રાનો ભીલોડાના ટોરડાથી પ્રારંભ કરાયો.
રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી ભારત જોડો યાત્રા અંતર્ગત ગુજરાત કોંગ્રેસ દ્વારા અરવલ્લી જિલ્લામાંથી હાથથી હાથ જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ભીલોડા તાલુકાના ટોરડાથી શામળાજી સુધી હાથથી હાથ જોડો યાત્રાનો જગદીશ ઠાકોરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પેપરલીક મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા ભાજપ પર મોટો આક્ષેપ કરી જણાવ્યું હતું કે, ‘ભાજપ જ પેપર ફોડે છે અને જે ભાજપનો હશે એને જ નોકરી મળશે.’ હાથથી હાથ જોડો યાત્રામાં પેપર લીક મોટો મુદ્દો બની રહે તેવા આસાર વચ્ચે જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, ‘ગુજરાતભરના ગરીબ વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ લડાઈ લડશે અને વિધાનસભામાં ડંકાની ચોટ પર જવાબ માગીશ તેમજ વિપક્ષના રોલમાં કોંગ્રેસ ક્યાંય કચાશ નહીં રાખે.’


comments powered by Disqus