આણંદમાં સિવિલ માટે મંજૂરી છતાં હોસ્પિટલ કેમ નહીં: હાઈકોર્ટ

Wednesday 08th February 2023 06:16 EST
 
 

અમદાવાદઃ આણંદમાં 7 વર્ષથી મંજૂરી છતાં સિવિલ હોસ્પિટલ ન બનવાના મુદ્દે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી સમયે હાઇ કોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકાર અને સત્તાધીશોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી.  આ સાથે હાઇ કોર્ટે સરકારને સાત વર્ષ તંત્રની કામગીરી, હોસ્પિટલનું નિર્માણ ન થવા અંગે અસંતોષ વ્યક્ત કરતાં જવાબ માગ્યો છે. હાઇકોર્ટે આ અંગે ટકોર કરી કે આરોગ્ય વિભાગે રજૂ કરેલા સોગંદનામાં પૂરતી વિગતો નથી. તંત્ર કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે. હાઈકોર્ટે સિવિલ હોસ્પિટલની કામગીરી ક્યારે  શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે ઉપરાંત આણંદ નપા બિલ્ડિંગમાં ચાલતી જનરલ હોસ્પિટલની સુવિધા અંગે સરકાર પાસે જવાબની માગણી કરી છે. આ કેસની સુનાવણી 27 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. 


comments powered by Disqus