અમદાવાદ: જીએચસીએલ સોડા એશની ક્ષમતાના વિસ્તરણના ભાગ રૂપે કચ્છમાં રૂ.4000 કરોડના ખર્ચે નવો એકમ સ્થાપશે, જેની સ્થાપીત ઉત્પાદન ક્ષમતા પાંચ લાખ ટનની રહેશે. કંપની 2025ના અંત સુધીમાં યોજના પૂર્ણ કરીને વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કરશે. એમ કંપનીની મેનેજીંગ ડિરેક્ટર આર.એસ.જાલને જણાવ્યું હતું. તેઓના કહેવા પ્રમાણે આગામી 2025 સુધીમાં સોડા એશનની માગ 50 લાખ ટને પહોંચશે. જેમાં સ્થાનિક ઉત્પાદન 42-43 લાખ ટન રહેલાં સાત લાખ ટનની આયાત કરવી પડશે. હાલ દેશમાં 35 લાખ ટનનની છે, જેમાં સાત લાખ ટન આયાત દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.
ભવિષ્યમાં સોલાર પેનલ અને ગ્રીન એનર્જી સેક્ટરની માગ વધશે અને તેને ધ્યાનમાં લઇ તથા વર્તમાન મોટી માત્રામાં થઇ રહેલી આયાતને કારણે કંપનીને વિસ્તરણ યોજના હાથ ધરી છે.

