થરા લગ્ન સમારોહમાં હેલિકોપ્ટરને ધક્કા મારવા પડ્યા

Wednesday 08th February 2023 06:52 EST
 
 

 બનાસકાંઠા જીલ્લાના થરા ખાતે ભરવાડ સમાજની ગુરુ ગાદી ખાતે ચાર રાજ્યોની દીકરીઓના 3001 સમૂહ લગ્નો પંચામૃત સમૈયા મહોત્સવ પ્રસંગે મંગળવારે યોજાયા હતા. દીકરીઓના લગ્નને વધાવવા ઝાઝાવડા ગાદીના પૂજ્ય મહંત 1008 શ્રી ઘનશ્યામ પુરી બાપુ દ્વારા ખાનગી હેલિકૉપટરમાં બેસી 500 કિલો ગુલાબના ફૂલની પુષ્પવર્ષા કરવા માટે ખાનગી હેલીકૉપટર મંગાવાયું હતું પરંતુ પુષ્પવર્ષા કરવા આવેલું આવેલું હેલિકૉપટર ઉડાન ભરે તે પહેલા તેમાં ખામી સર્જાઈ હતી અને પુષ્પ વર્ષા કરી શકાઈ ન હતી અને 500 કિલો ફૂલો નકામા બની ગયા હતા અને મોટી દુર્ઘટના બનતી અટકી હતી.


comments powered by Disqus