નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દેશનો વિકાસ કરવો હોય તો આંતરરાષ્ટ્રીય વિકાસ પ્રગતિના જે પેરામીટર છે તેમાં ચારેય બાબતો પાણી, વિજળી, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશનનો સમાવેશ કરવો જરૂરી છે. જો દેશમાં ઇંફ્રાસ્ટ્રકચરનો વિકાસ થશે તો ઇંડસ્ટ્રી આવશે. ઇંડસ્ટ્રી આવશે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે દેશમાં ૨૬ એવા રોડ બનાવવામાં આવી રહ્યા છે કે જ્યાં વિમાન પણ ઉતારી શકાશે. ગડકરીએ કહ્યું હતું કે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીએ સાડા ચાર કરોડ લોકોને નોકરી આપી છે.

