ભરૂચમાં આપ નેતાની પત્નીને 5 વર્ષની કેદ રૂ. 29 હજારનો દંડ

Wednesday 08th February 2023 06:15 EST
 
 

ભરૂચઃ આમ આદમી પાર્ટીમાંથી ભરૂચ ધારાસભ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર અને પૂર્વ નગરસેવક મનહ૨ પ૨મા૨ની વિરૂદ્ધ જૂના સસ્તા અનાજની દુકાનમાં ઉચાપત અંગેનો 15 વર્ષ પહેલાં કેસ થયો હતો. જે કેસમાં ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તેમને આરોપી ઠેરવી 5 વર્ષની સજા તેમજ 29 હજાર રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે.
ભરૂચ પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને ભરૂચ વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર મનહર પરમારની પત્ની ઇન્દુમતી પરમાર વસંતમીલની ચાલમાં સસ્તા અનાજની દુકાનનું સંચાલન છે. તેઓ ગરીબો રેશનકાર્ડ ધારકોને આપવાનું થતા સરકારી ઘઉં, ખાંડ, કેરોસીન, તેલનો જથ્થો અન્યને આપી દેતા હોવાની ફરિયાદ ઉઠતાં વર્ષ 2008 માં સરકારી અનાજનો જથ્થો કાર્ડ ધારકોને નહિ આપી બિન અધિકૃત વ્યક્તિઓને આપવા બદલ તેમની સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ હતી. જે તે સમયે તપાસ અધિકારીએ ઇન્દુમતી મનહ૨ પરમાર સામે પૂરતા પુરાવા મેળવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં ઇન્દુમતી મનહ૨ પ૨મા૨ને 5 વર્ષની સજા અને દંડ કરાયો છે.


comments powered by Disqus