પાલનપુરઃ પાલનપુરમાં આદર્શ સંકુલ ખાતે આવેલા મા અર્બુદાના ધામને 25 વર્ષ પૂર્ણ થતાં આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા મા અર્બુદાનો રજતોત્સવ યોજાવામાં આવ્યો હતો. ત્રણ દિવસમાં ફક્ત બનાસકાંઠા કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં વસતા 10થી 12 લાખ માઇભક્તોએ લાલાવાડા ખાતે પહોંચી મા અર્બુદાના યજ્ઞમાં માથું ટેકવી ધન્યતા અનુભવી હતી.
મા અર્બુદાના ધામને 25 વર્ષ પૂર્ણ થતાં આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા મા અર્બુદાનો રજતોત્સવ યોજાયો હતો. રજતોત્સવ દરમિયાન યોજાયેલો સહસ્ત્રચંડી ત્રિદિવસય મહાયજ્ઞની પૂર્ણાહુતિમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાઈ હતી. ત્રિદિવસય યજ્ઞમાં અનેક રાજકીય નેતાઓ રાજ્યપાલ સહિત અનેક ધર્મગુરુઓએ યજ્ઞનાં દર્શન કર્યાં હતાં.

