લંકેશના ઘરેથી રામના મુગટ, પાદુકા સહિત રૂ. 4.50 લાખની મતાની ચોરી

Wednesday 08th February 2023 06:49 EST
 
 

ઈડરઃ રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવનારા દિવંગત અરવિંદ ત્રિવેદીના ઇડરના સદાતપુરામાં આવેલા બંગલામાં તસ્કરો ત્રાટક્યા અને ભગવાન રામના મુગટ, પાદુકા સહિત રૂ. 4.50 લાખની મતાની ચોરી કરી છે.
શનિવારે સવારે સદાતપુરાના ચોકીદારે મુંબઈ રહેતા અરવિંદ ત્રિવેદીના પરિવારને જાણ કરતાં રવિવારે વહેલી સવારે અરવિંદ ત્રિવેદીની દીકરી કવિતા ઠાકર, એકતા દવેએ ચોરી અંગે પોલીસને જાણ કરી હતી. તપાસ કરતાં સામે આવ્યું કે, ચોરો ઘરના મંદિરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા, ચાંદીનાં છત્તર, રુદ્રાક્ષની માળા, પગના છડા, કમરબંધ, કાંસાની થાળી વાટકી અને અંદરના રૂમમાં રાખેલી તિજોરીમાંથી પણ સોના- ચાંદીનાં ઘરેણાં સાથે ડિજિટલ કેમેરા તથા અરવિંદ ત્રિવેદીને મળેલા ચાંદીના એવોર્ડ તેમજ રોકડ રકમ અંદાજે પંદર હજાર પણ ચોરી ગયા હતા. આ ઉપરાંત ચોકીદારના રૂમમાંથી પણ સોના-ચાંદીનાં ઘરેણાંની ચોરી કરી હતી.


comments powered by Disqus