સાબરમતી નદી દેશની બીજા નંબરની પ્રદૂષિત નદીઃ રિપોર્ટ

Wednesday 08th February 2023 04:34 EST
 
 

અમદાવાદઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ મુજબ સાબરમતી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે અને તેનું પાણી પીવાલાયક નથી. સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટે અનેક વખત સરકાર અને મ્યુનિ.ની આકરી ઝાટકણી કાઢી છે. મ્યુનિ.એ સાબરમતીના શુદ્ધિકરણ માટે બે વર્ષમાં રૂ. 77.22 કરોડ ખર્ચ કર્યો છે, છતાં નદીને પ્રદૂષિત થતી અટકાવી શકાઈ નથી.
સૌથી વધુ જવાબદાર ઉદ્યોગોની
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સુભાષબ્રિજથી વાસણા બેરેજ સુધીના 11.5 કિ.મી.ના પટ્ટામાં જ સાબરમતીનું શુદ્ધિકરણ થતું હોય તેમ લાગે છે. નદીમાં પ્રદૂષણ માટે સૌથી વધુ જવાબદાર ઉદ્યોગો છે. આ ઉદ્યોગો ઝેરી કચરો નદીમાં ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત ગટરનું પાણી પણ નદીમાં ઠલવાય છે. સાબરમતી માટે રાયસણ અને વૌઠા પાસેથી સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જો નદીના પાણીમાં 6 એમજી-1 બીઓડી લેવલ હોય તો તે નહાવા યોગ્ય ગણાય પણ સાબરમતીમાં આ સ્તર 292 એમજી-1 બીઓડી હતું.
રાજ્યમાં 6 નદી પહેલી પ્રાયોરિટીમાં અને 4 નદી પાંચમી પ્રાયોરિટીમાં છે. સાબરમતી, વિશ્વામિત્રી, અમલખાડી, ભાદર, ઢાઢર પહેલી પ્રાયોરિટીમાં છે.


comments powered by Disqus