રાજકોટઃ વિકટ સંજોગો વચ્ચે હિંમત કેવી રીતે દર્શાવી શકાય તેન ઉદાહરણ રાજકોટની 17 વર્ષીય તરુણીએ પૂરું પાડ્યું છે. ચાલુ બસે ડ્રાઇવરને હાર્ટએટેક આવતાં તે સ્ટિયરિંગ પર ઢળી પડ્યો, પરંતુ તે સમયે બસમાં બેસેલી વિદ્યાર્થિનીએ હિંમત દાખવી સ્ટિયરિંગ સંભાળી લીધું અને નજીકના સબ સ્ટેશન સાથે બસ અથડાવી દીધી.
ભરાડ ડે સ્કૂલના બસ ડ્રાઇવર હારુનભાઈ શનિવારે એન્યુઅલ ફંકશન હોવાથી વિદ્યાર્થીઓને લેવા નીકળ્યા હતા. બસ ગોંડલ રોડ પર પહોચી ત્યારે ડ્રાઈવરને હાર્ટએટેક આવતાં માથું ઢાળી દીધું, જેથી સમયસૂચકતા વાપરી ભાર્ગવી વ્યાસે સ્ટિયરિંગ સંભાળી લીધું અને બહાદુરી દાખવી રાહદારીઓ તરફ જતી બસને રોકી સબ સ્ટેશન સાથે અથડાવી પોતાનો અને અન્ય વિદ્યાર્થીઓનો જીવ બચાવ્યો હતો. તુરંત સારવાર મળતાં 57 વર્ષીય ડ્રાઇવરની તબિયત હાલ સ્થિર છે.

