કાશ્મીરના 118 આતંકવાદી હુમલા માટે પીઓકેમાં સક્રિય થયા

Thursday 09th March 2023 04:42 EST
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ડોડાના 118 આતંકી પાકિસ્તાન અને પીઓકેમાં સક્રિય હોવાના અહેવાલ સામે આવ્યા છે, જેમાંથી 10 આતંકી અન્ય યુવાઓને આતંકી બનાવવાનું કામ કરી રહ્યા છે. આ જાણકારી ડોડાના એસએસપી દ્વારા આપવામાં આવી હતી અને કહ્યું હતું કે, આ આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાની ફિરાકમાં છે.
જમ્મુ-કાશ્મીરના ડોડાના એસએસપી અબ્દુલ કયૂમે કહ્યું હતું કે, અમે એક આતંકીની સંપત્તિને પણ જપ્ત કરી લીધી છે. જ્યારે ઘાટીમાં ફરી આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરનારા સામે એક ડોઝિયર તૈયાર કરવામાં આવી રહ્યું છે. ડોડાના 118 લોકો આતંકવાદી બની ગયા છે અને તેઓ હાલ પાકિસ્તાન માટે કામ કરી રહ્યા છે. આ આતંકીઓ પીઓકેમાં છુપાયા છે અને ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે.
118 પૈકી 10 આતંકી સૌથી વધુ સક્રિય છે, જેની પ્રોફાઇલ પોલીસ દ્વારા તૈયાર કરી લેવામાં આવી છે. આ આતંકીઓ દ્વારા અન્ય યુવાઓને પણ આતંકવાદના રસ્તે ધકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે. આતંકીઓ લશ્કરે તોઇબા સાથે જોડાયેલા
જો કે સૈન્ય અને પોલીસ તેમના મનસુબા સાકાર નહીં થવા દે, અમે હાલમાં જ અબ્દુર રશીદ ઉર્ફે જહાંગીર નામના અન્ય એક આતંકવાદીની સંપત્તિને જપ્ત કરી લીધી છે, જ્યારે પોલીસે અત્યાર સુધીમાં 11 આતંકીની સામે યુએપીએ હેઠળ કાર્યવાહી કરી છે અને તેમને જેલ મોકલી દેવામાં આવ્યા છે.


comments powered by Disqus