ગ્રંથોની ફરી સમીક્ષા થાય, લોકોએ ખોટાં દૃષ્ટિકોણ ઉમેર્યાં છેઃ ભાગવત

Thursday 09th March 2023 04:45 EST
 
 

નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સહ સંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું કે, દરેક ભારતીયોને દેશના પરંપરાગત જ્ઞાન આધાર વિશે કેટલીક મૂળભૂત જાણકારી હોવી જોઈએ. જે શિક્ષણ પ્રણાલી અને લોકો વચ્ચેની પરસ્પર વાતચીત દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.
ગુરુવારે નાગપુર જિલ્લાના કાન્હોલીબારા ખાતે આર્યભટ્ટ એસ્ટ્રોનોમી પાર્કના ઉદ્વાટન પ્રસંગે ભાગવતે કહ્યું હતું કે, ઐતિહાસિક રીતે ભારતમાં વસ્તુઓને જોવાની વૈજ્ઞાનિક રીત હતી, પરંતુ આક્રમણને કારણે આપણી વ્યવસ્થા નષ્ટ પામી છે, તેમજ જ્ઞાનની આપણી સંસ્કૃતિ ખંડિત થઇ છે. ભારતનો પરંપરાગત જ્ઞાનનો ભંડાર ખૂબ જ વિશાળ છે. આપણા કેટલાક પ્રાચીન ગ્રંથો ગાયબ થયા છે, જ્યારે અન્ય કિસ્સાઓમાં ચોક્કસ સ્વાર્થ ઉમેરવામાં આવ્યો છે. આપણે સહુએ ગ્રંથોની ફરી સમીક્ષા કરવી જોઈએ અને તેમાં કેટલાક લોકો દ્વારા ઉમેરાયેલા ખોટાં દૃષ્ટિકોણ દૂર કરવાં જોઈએ.


comments powered by Disqus